Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

વડિયા ના સુર્યપ્રતાપગઢ ગામે રાત્રે રોડ પર માટી ભરેલા ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ અથડાતા ચાલાક નુ મૃત્યુ

8 views
1Watch Time: 0 sec

વડિયા ના સુર્યપ્રતાપગઢ ગામે રાત્રે ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ અથડાતા ચાલાક નુ મૃત્યુ રાત્રીના સમયે માટી ભરેલા ટ્રેક્ટર રોડ પર લાઈટ વગર હોય અકસ્માત સર્જાયો બાળક ને માતા પાસે મુકવા જતા સમયે સર્જાયો અકસ્માત વડિયા વડિયા થી અમરેલી રોડ પર આવેલા સુર્યપ્રતાપ ગઢ ગામે રાત્રીના સમયે ટોલી માં માટી ભરેલા ટ્રેક્ટર ને લાઈટ વગર રોડ પર રાખતા મુખ્ય રસ્તા પર રાત્રી ના સમયે અંધારું હોય ટ્રેક્ટર રોડ પર અકસ્માત સર્જાય તેરીતે કોઈ લાઈટ કે અકસ્માત થી બચવાં કોઈ સિગ્નલ વગર રાખેલું હોય ત્યારે વડિયા ના ખડખડ ગામના મુકેશભાઈ ધીરુભાઈ વઘાસીયા અને પ્રકાશભાઈ ધીરુભાઈ વઘાસીયા તેમના નાના દીકરા દિવ્ય ને તેની માતા પાસે મુકવા કુંકાવાવ જતા હતા ત્યારે સુર્યપ્રતાપ ગઢ ગામ પાસે મુખ્ય રોડ પર અંધારા માં અડચણરૂપ કોઈ આગળ પાછળ લાઈટ વગર પડેલા ટ્રેક્ટર GJ 20-B-1063, ટોલી નંબર GJ 03-6837 સાથે અથડાતા ચાલાક મુકેશ ભાઈ ને ગંભીર ઇજા થતા તેમને 108 મારફતે વડિયા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવતા તેમને મૃત જાહેર કરેલ હતા. જયારે પ્રકાશભાઈ અને બાળક દિવ્ય ને ઈજાઓ પહોંચી હતી. આ બાબતની વડિયા પોલીસ માં પ્રકાશભાઈ દ્વવારા ફરિયાદ નોંધાવતા ટ્રેક્ટર માલિક સામે આઇપીસી કલમ 304A, 279, 337, 338, 283 અને મોટરવાહન અધિનિયમ હેઠળ કલમ 178, 184, 134મુજબ ગુનો નોંધી વધુ તપાસ બીટ જમાદાર પી ડી કલસરિયા દ્વવારા કરવામાં આવી રહી છે.

About:

Video Location : Vadiya

Duration : 01:33 mins

Date Time : April 25th 2021, 10:15:13 am

Khabriya News App.