તળાજા શહેર તાલુકાના વિવિધ ગામોમાં આજે એક સાથે ૬૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું સતત શહેર તાલુકામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર પાસેથી મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં કુલ મળીને 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા