વિશ્વ જ્યારે કોરોના રૂપી વિશ્વેઇક મહામારીમાં પસાર થઈ રહ્યું છે ત્યારે જાફરાબાદમાં સેવા રૂપી જે જ્યોત સળગાવી અને પવિત્ર અને પાવન ભોમ કરનાર શ્રી તપસ્વી બાપુ જેમના આશ્રમ તપોવન ટેકરી તરફથી લોકોને ફ્રી માં જાફરાબાદ શહેરના ગિરિરાજ ચોકમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા જેમાં રોડ ઉપરથી નીકળતા સ્ત્રીઓ,પુરુષો અને બાળકોને માસ્ક વિતરણ કરવામાં આવેલ. જેમાં શહેરના નાના મોટા તર્ક લોકો ને માસ્ક આપવામાં આવેલ હાલ કોરોના ની કપરી પરિસ્થિતિમાં માં પણ એક સંતશિરોમણી ના શ્રી તાત્કાલિક હનુમાનજી ગરીબ મંડળ ટ્રસ્ટ તરફ થી લોકોની મદદ કરવામાં આવી રહી છે હાલ પરમ પૂજ્ય તપસ્વી બાપુ ની હાજરી નથી પરંતુ તેમના સ્વયંમ સેવકો દ્વારા અનેક કાયૉ કરાય રહ્યા છે જેમાં કોળી સમાજ બોટ એસોસિયેશન ના પ્રમુખ અને ટ્રસ્ટના ટ્રસ્ટી હમીરભાઇ સોલંકી ,વેપારી એસોસિયેશન ના પ્રમુખ હર્ષદભાઈ મહેતા,વેપારી અગ્રણીય લાલાભાઇ પરમાર, કનૈયાલાલ મસરુ ,અશોકભાઇ ભેરાઈવાળા, શામજીભાઈ ખોડીયાર, ગ્રાહક સુરક્ષા પ્રમુખ બાલકૃષ્ણ સોલંકી તથા અન્ય લોકો સાથે રહી લોકો ને કોરોના થી બચવા માસ્ક આપી સલામત રહેવા જણાવ્યું હતું આ તકે જાફરાબાદ મામલતદાર ચાવડા સાહેબ પણ માસ્ક વિતરકો ની મુલાકાત લઈ આભાર વ્યક્ત કર્યો હતો.