Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ટીમાણા ગામ નજીકથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપાયો

117 views
0Watch Time: 0 sec

તળાજા તાલુકાના ટીમાણા ગામ વિસ્તાર માંથી ઈંગ્લીશ દારૂના સાથે એક ઝડપાયો એક ફરાર તળાજા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા અને દારૂનું વેચાણ કરતા બુટલેગરો ઉપર કડક કાર્યવાહી કરી રહી છે છેલ્લા થોડા દિવસો દરમિયાન અનેક બુટલેગરોને દેશી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે અને તેમની સામે ગુનો દાખલ કર્યો છે ત્યારે આજે તળાજા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અતુલભાઇ મેસરીયા તેમજ હેડ કોસ્ટેબલ એમડી કાપડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સામતભાઈ આહિર તથા પોલીસ કોસ્ટેબલ દિગ્વિજય સિંહ રાઠોડ હારીતસિંહ સરવૈયા તેમજ નિકુંજ ભાઈ અને મનસુખભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટીમાણા ગામ નજીક આવતા બાતમી મળેલ કે ટીમાણા ગામ થી ભદ્રાવળ ગામ તરફ જતા રોડ ઉપર નદીના કાંઠે આવેલ નરશીભાઈ હરગોવિંદભાઈ જાની ટીમાણા વાળાના વાડામાં નરસીભાઇ હરગોવિંદભાઈ તથા હિતેશ ઉર્ફે જીગો દયારામભાઈ પંડ્યા બંને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો રાખી અને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ તળાજા પોલીસ ત્રાટકી હતી રેડ દરમિયાન નરસિંહભાઈ હરગોવિંદભાઈ જાની ગામ ટીમાણા તાલુકો તળાજા વાળો ઝડપાઈ ગયો હતો અને તેમને સાથે રાખી અને વાડામાં તપાસ કરતાં સૂકા ઘાસના પૂળા ઓ માંથી એક બેગ મળી આવેલ જે બેગમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ ની 10 બોટલો મળી આવી હતી પકડાયેલા આરોપીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ દારૂ ક્યાંથી લાવ્યો છે ત્યારે તેઓએ જણાવેલ કે હિતેશભાઈ ઉર્ફે જીગો દયારામ ભાઈ પંડ્યા ગામ ટીમાણા વાળો આપી ગયેલ હોય તેવું તપાસ દરમિયાન ખુલવા પામતા પોલીસે બે ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ થવા પામ્યા છે

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 5:53:26 am

Khabriya News App.