Khabriya News App.

Bailey Fry

Upload Video
Log out

ગટરના ગંદા પાણીથી ગામ લોકો પરેશાન

0 views
0Watch Time: 0 sec

તળાજા તાલુકાના વેજોદરી ગામ માં ગટરના ગંદા પાણી ઉભી બજારે રેલમછેલ થતાં ગામલોકો પરેશાની ભોગવી રહ્યા છે હાલ કોરોના એ સમગ્ર શહેર તાલુકામાં કાળો કેર વર્તાવ્યો છે ત્યારે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈના અભાવે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગામલોકોમાં થઈ રહી છે ત્યારે આજે તળાજા તાલુકાના વેજોદરી ગામ ના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે આ વીડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવે છે કે અમારા ગામમાં આ પ્રશ્ન કેટલાય વર્ષ જૂનો છે ગટરના ગંદા પાણી ઉભી બજારે રેલમછેલ થાય છે તેમ છતાં પણ જવાબદારો દ્વારા આ બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા ગટરના ગંદા પાણીથી ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જેથી કરીને લાગતા વળગતા ઓએ આ બાબતનો પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે જોકે વીડિયોમાં સરપંચ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ બાબતની રજૂઆત કરી છે પરંતુ અમારા દ્વારા સરપંચ નો કોન્ટેક કરવામાં આવતા કોઇ સંપર્ક થયો ન હતો જેથી કરીને અમારા દ્વારા કોઈ પુષ્ટિ થઇ ન હતી

About:

Video Location : Talaja

Duration : 01:33 mins

Date Time : April 11th 2021, 4:58:22 am

Khabriya News App.